બીજેપી હાઈકમાને બોલાવતા દિલ્હી પહોંચ્યા CM જયરામ ઠાકુર, કોંગ્રેસે મજાક કરતાં કહ્યું- ખુરશી બચાવજો
- જયરામ ઠાકુરે અફવાઓ પર બ્રેક લગાવતા કહ્યું- તેઓ મીટિંગ માટે દિલ્હી આવ્યા છે.
- હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને બીજેપી હાઈકમાને મંગળવારે દિલ્હી બોલાવ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા પછી સીએમ જયરામને દિલ્હી બોલાવતા હિમાચલના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ જ વાતે કોંગ્રેસે પણ બીજેપી પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે અને એટલે સુધી કહી દીધું છે કે, હવે સીએમ જયરામ ઠાકુરને પણ હટાવવામાં આવશે.
આ પણ વાંચો
મુખ્યમંત્રીની સાથે તેમના અંગત સચિવ ડૉ. આર.એન બત્તા પણ દિલ્હી આવ્યા છે. સીએમ જયરામ ઠાકુર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરવાના છે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણકે હમણાં રાજ્યમાં પેટાચૂંટણીઓ આવી રહી છે અને આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ સંજોગોમાં બીજેપી રાજ્યોમાં તેમના નેતૃત્વને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરિણામે એટલે જ હિમાચલમાં પણ મુખ્યમંત્રી બદલાવવાની ચર્ચા વધી ગઈ છે.
જયરામ ઠાકુર પાંચ દિવસ પહેલાં પણ દિલ્હી આવ્યા હતા
નોંધનીય છે કે, મુખ્યમંત્રી જયરામ ઠાકુરને 5 દિવસમાં ફરી દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રકરણના તુરંત પછી જ સીએમને સીમલાથી દિલ્હી બોલાવવાના ઘટનાક્રમના કારણે દરેક લોકો તરફથી વિવિધ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. ગયા બુધવારે જ જયરામ ઠાકુરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.
સીએમ જયરામ ઠાકુરે ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હિમાચલ આવવાનું આમંત્રણ આપ્યું છે અને કેન્દ્રીય મંત્રીઓને મળ્યા પછી ઉજ્જૈન જતા રહ્યા હતા. સીએમ રવિવારે જ નવી દિલ્હીથી શિમલા પહોંચ્યા હતા અને ફરી હાઈકમાને તેમને દિલ્હી બોલાવ્યા છે. પાર્ટી હાઈકમાનની નજર ઘણાં વખતથી રાજ્યના મંત્રીઓના પર્ફોમન્સ પર છે અને ચૂંટણી પહેલાં તેઓ મંત્રિમંડળમાં ફેરબદલ કરવા માગે છે.
કોંગ્રેસે કહ્યું- મુખ્યમંત્રી ખુરશી બચાવે
કોંગ્રેસના નેતા મુકેશ અગ્નિહોત્રિએ જણાવ્યું કે, પાંચ નહીં- છ મુખ્યમંત્રી બદલવાના છે. તેથી જયરામ ઠાકુર તેમની ખુરશી બચાવીને રાખે. તેમણે કહ્યું કે, બીજેપી વિશે લોકોમાં ખૂબ ગુસ્સો છે. કૃષિ કાયદા વિશે હરિયાણામાં જે રીતે બીજેપી રેલી નથી કરી શકતી તેવી જ રીતે બાગવાનો વિરુદ્ધ મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદન પછી બીજેપી હવે શિમલામાં પણ રેલી કરી શકે તેમ નથી.
મુકેશ અગ્નિહોત્રીએ આ વિશે વધુમાં કહ્યું છે કે, આ થપ્પડવાળી સરકાર છે, ખબર નહીં ક્યારે કોને થપ્પડ પડી જાય. મુકેશે કહ્યું છે કે, મુખ્યમંત્રી ખાસ લોકોને બેક ડોર નોકરી આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી ડૉ. વાયએસ પરમારે હિમાચલ પ્રદેશ બનાવ્યું છે અને વિરભદ્રએ તેને સજાવ્યું છે. બીજેપીનું તેમાં કોઈ યોગદાન નથી. કોરોનામાં સરકારની પૂરતી વ્યવસ્થા ના હોવાના કારણે 3500 લોકોના મોત થયા છે. હવે બીજેપી ડરના કારણે પેટાચૂંટણીથી ભાગી રહી છે.
બીજેપી પાંચ સીએમ બદલી ચૂકી છે
નોંધનીય છે કે, વિજય રૂપાણી છેલ્લાં છ મહિનામાં બદલવામાં આવેલા 5માં મુખ્યમંત્રી બન્યા છે. પહેલાં આસામમાં ચૂંટણી પરિણામોની સાથે જ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. આસામમાં સર્બાનંદ સોનોવાલની જગ્યાએ હેમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારપછી ઉત્તરાખંડમાં બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા. પહેલાં ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવીને તીરથ સિંહ રાવતને સત્તાની કમાન સોંપવામાં આવી અને તેના ત્રણ મહિના પછી તેમની જગ્યાએ પુષ્કર ધામીને સીએમ બનાવવામાં આવ્યા છે.
કર્ણાટકના બીએસ યેદિયુરપ્પાની વિદાય થઈ અને તેમની જગ્યાએ બીએસ બોમ્મઈને મુખ્યમંત્રીની કમાન સોંપવામાં આવી છે. હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલાં જ બીજેપીએ મુખ્યમંત્રી બદલી દીધા છે. વિજય રૂપાણીની જગ્યાએ ભુપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, બીજેપી આ રીતે જ અન્ય રાજ્યોના મુખ્યમંત્રી બદલવાની સ્ટ્રેટજી અપનાવી શકે છે.
શું બીજેપી વધુ સીએમ બદલશે?
હકીકતમાં 2014ની લોકસભા ચૂંટણી પછી બીજેપીના મુખ્ય નેતૃત્વના વિવિધ રાજ્યોમાં નવી લીડરશીપને તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું છે. હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર , ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં બીજેપીના નવા ચહેરા પર દાવ રમવામાં આવ્યો છે. આ સંજોગોમાં જ્યાં જ્યાં આ દાવ અસરકારક નથી ત્યાં પાર્ટી પરિવર્તન કરવામાં સહેજ પણ ખચકાતી નથી. પાંચ મહિનામાં ચાર રાજ્યોમાં જે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને બાકી રાજ્યોમાં બીજેપી સરકાર વિશે સવાલ ઉભા થઈ રહ્યા છે કે, શું ગોવા, હિમાચલ, હરિયાણા, ત્રિપુરા, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ આ ફોર્મ્યૂલા લાગુ થઈ શકે છે?
બીજેપી જે રીતે એક પછી એક રાજ્યમાં મુખ્યમંત્રી બદલી રહી છે, તેનાથી સ્પસ્ટ સંકેત મળે છે કે, પાર્ટીમાં મુખ્યમંત્રી માટે માત્ર સ્પષ્ટ છબિ અને વિકાસ કાર્ય પૂરતા નથી. સીએમનો ચહેરો રાજ્યમાં પ્રભાવી હોવો જોઈએ અને જનતામાં પણ થવું જોઈએ કે વિકાસ થઈ રહ્યો છે. આ દરમિયાન આવતા વર્ષે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી થવાની છે અને અહીં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થાય છે. આ જ કારણ છે કે, બીજેપી સચેત થઈ ગઈ છે અને રાજકિય સમીકરણો સુધારવાનો પ્રયત્ન કરી રહી છે.
No comments:
Post a Comment