Pages

Search This Website

Tuesday, June 27, 2023

જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહશે બંધ /1 જુલાઇથી બદલનારા નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર,જાણો કયા નિયમો બદલશે

Rules changing in July: 1 જુલાઇથી બદલનારા નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર,જાણો કયા નિયમો બદલશે,અહીથી જુઓ.

Rules changing in July: 1 જુલાઇથી બદલનારા નિયમો: તમારા ખિસ્સા પર થશે અસર: ભારત સરકાર દ્વારા જુદા જુદા સમયે નિયમો માં બદલાવ કરતાં હોય છે. આ નિયમો માં વસ્તુના ભાવોમાં વધારો ઘટાડો, બેન્કના નિયમમાં ફેરફાર, પેટ્રોલ ડિઝલના ભાવોમાં ફેરફાર, ગેસના ભાવામાં ફેરફારો અવારનવાર થતાં રહેતા હોય છે. ત્યારે ફરીથી આપણે ત્યાં Rules changing in July એટલે કે 1 જુલાઇથી બદલનારા નિયમોમાં બદલાવ થવાના છે. ત્યારે આ Rules changing in July એટલે કે 1 જુલાઇથી બદલનારા નિયમોશું ફેરફાર હશે તેની માહિતી મેળવીએ નીચે મુજબ.

Rules changing in July વિશે

જૂન મહિનો પૂરો થવા ને આરે છે. જુલાઈ મહિનાને 2 દિવસ બાકી છે. ત્યારે જુલાઈ મહિનો તમારા ખિસ્સા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે. આ મહિને પૈસા સાથે જોડાયેલા એવા ઘણા ફેરફારો થવાના છે, કે જેની સીધી અસર આપણા ખિસ્સા અને માસિક બજેટ પર પડશે. આવી સ્થિતિમાં, આ ફેરફારો વિશે જાગૃત રહેવું જરૂરી છે. ચાલો જાણીએ કે જુલાઇથી એવા તો કયા ફેરફારો થવાના છે.

LPG ની કિંમત

દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા LPGની કિંમતો નક્કી કરવામાં આવે છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.1 જૂને ગેસ સિલિન્ડરનું વેચાણ કરતી પેટ્રોલિયમ કંપનીઓએ LPGના દરમાં ફેરફાર કર્યો હતો. આવી સ્થિતિમાં જુલાઇમાં સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે કે કેમ તે જોવાનું રહેશે.

CNG અને PNGના ભાવમાં ફેરફાર

1 જુલાઈથી ગેસ વિતરણ કંપનીઓ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલિયમ કંપનીઓ નિયમિત રીતે દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવમાં ફેરફારની ચર્ચા કરે છે. એટલે આ મહિને CNG અને PNGના ભાવમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.

ક્રેડિટ કાર્ડ ને લગતા નિયમોમાં ફેરફાર

જો તમે બીજા દેશમાં રજાઓ ગાળવા જઈ રહ્યા હોવ તો તમારું બજેટ થોડું વધારજો. વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ખર્ચ માટે Tax collected at source (TCS) વસૂલવાની નવી જોગવાઈ 1 જુલાઈ, 2023થી લાગુ થઈ શકે છે. જો રકમ રૂ. 7 લાખથી વધુ હોય, તો લોકોએ 20 ટકા TCS ચાર્જ ચૂકવવો પડશે. જે આ નવો નિયમ બનશે.



 જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહશે બંધ

જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહશે બંધ


જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહશે બંધ : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જુલાઈ 2023 માટે બેંક રજાઓની યાદી બહાર પાડી છે. આવી સ્થિતિમાં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ વખતે જુલાઈમાં બેંકો કેટલા દિવસો માટે બંધ રહેશે, નહીં તો તમારે ખાલી હાથે પાછા આવવું પડશે.

જુલાઈમાં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે, જો કે તમામ રાજ્યોમાં તમામ બેંકો 15 દિવસ સુધી બંધ રહેશે નહીં. યાદી અનુસાર વિવિધ રાજ્યોની રજાઓના આધારે બેંકો બંધ રહેશે.

જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહશે બંધ

ભારતમાં બેંક રજાઓ RBI દ્વારા નક્કી કરવામાં આવે છે, RBI દર વર્ષે બેંક રજાઓની યાદી પ્રકાશિત કરે છે. જેમાં રાષ્ટ્રીય રજાઓ, રાજ્યની રજાઓ અને ધાર્મિક રજાઓનો સમાવેશ થાય છે.

જો કે ઓનલાઈન બેંકિંગ સેવા, એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા લોકો માટે કામકાજ સિવાયના દિવસોમાં તેમજ કામકાજના દિવસોમાં ઉપલબ્ધ રહેશે. તો ચાલો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં બેંકો કયા દિવસે બંધ રહેવાની છે, જેથી તમે તમારા મહત્વપૂર્ણ કામ તે મુજબ કરી શકો અને કોઈપણ કામમાં વિલંબ ન થાય.

આજે જ પતાવી દેજો બેંકના જરૂરી કામકાજ

તમને જણાવી દઈએ કે, દરેક રાજ્યમાં બેંકોની રજાઓ અલગ-અલગ હોય છે. બેંકની રજાઓની યાદી અનુસાર, પ્રાદેશિક તહેવારોના કિસ્સામાં, તે દિવસે માત્ર સંબંધિત રાજ્યમાં બેંકિંગ કામગીરી અટકાવવામાં આવશે.

RBI અનુસાર, દરેક બેંકમાં સાપ્તાહિક રજા હોય છે એટલે કે રવિવાર અને બીજા અને ચોથા શનિવાર. જુલાઈમાં પ્રથમ રજા 5મી જુલાઈ ગુરુ હરગોવિંદ જીના જન્મદિવસથી શરૂ થાય છે. અમુક રાજ્યોને બાદ કરતાં, આ રજાઓ તમામ ભારતીય બેંકોને લાગુ પડે છે.

આ આ 15 દીવસ બંધ રેહશે બેંકો

4 જુલાઈ 2023: રવિવાર
5 જુલાઈ 2023: ગુરુ હરગોવિંદ સિંહ જયંતિ (જમ્મુ, શ્રીનગર)
6 જુલાઈ 2023: MHIP દિવસ (મિઝોરમ)

8 જુલાઈ 2023: બીજો શનિવાર
9 જુલાઈ 2023: રવિવાર
11 જુલાઈ 2023: કેર પૂજા (ત્રિપુરા)

13 જુલાઈ 2023: ભાનુ જયંતિ (સિક્કિમ)
16 જુલાઈ 2023: રવિવાર
17 જુલાઈ 2023: યુ તિરોટ સિંગ ડે (મેઘાલય)

22 જુલાઈ 2023: ચોથો શનિવાર
23 જુલાઈ 2023: રવિવાર
29 જુલાઈ 2023: મોહરમ (લગભગ તમામ રાજ્યોમાં)

30 જુલાઈ 2023: રવિવાર
31 જુલાઈ 2023: શહીદ દિવસ (હરિયાણા અને પંજાબ)

યાદી અનુસાર વિવિધ રાજ્યોની રજાઓના આધારે બેંકો બંધ રહેશે. ભારતમાં બેંક રજાઓ RBI દ્વારા નક્કી કરવામાં આવે છે, RBI દર વર્ષે બેંક રજાઓની યાદી પ્રકાશિત કરે છે. જેમાં રાષ્ટ્રીય રજાઓ, રાજ્યની રજાઓ અને ધાર્મિક રજાઓનો સમાવેશ થાય છે. જો કે ઓનલાઈન બેંકિંગ સેવા, એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા લોકો માટે કામકાજ સિવાયના દિવસોમાં તેમજ કામકાજના દિવસોમાં ઉપલબ્ધ રહેશે.

વધુ માહિતી માટેઅહીં ક્લીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહશે બંધ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment