Pages

Search This Website

Thursday, June 29, 2023

Golden Village: ગુજરાતનું ગોલ્ડન વિલેજ, AC બસ સ્ટેન્ડ, અને સોનાની દીવાલો સહિતની સુવિધા, જુઓ અહીથી.

 

Golden Village: ગુજરાતનું ગોલ્ડન વિલેજ, AC બસ સ્ટેન્ડ, અને સોનાની દીવાલો સહિતની સુવિધા, જુઓ અહીથી.



Golden Village: ગુજરાતનું ગોલ્ડન વિલેજ, AC બસ સ્ટેન્ડ, અને સોનાની દીવાલો: શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે સોનાનું ગામ. જી હા સોનાનું ગામ (Golden Village). ગામની દીવાલ , ગામનું મંદિર, ગામની દીવાલો વગરે બધી વસ્તુ સોનાથી મઢેલી છે. દુનિયા ભરમાં ક્યાય ના હોય તેવું સોનાનું ગામ. આ Golden Village આપના ગુજરાત રાજયમાં સ્થિત છે. જોઈએ આ Golden Village વિશે નીચે મુજબ છે.




Golden Village વિશે

શું તમે ક્યારેય એવા ગામ વિશે સાંભળ્યું છેકે, જયાં બધુ જ સોનાનું હોય? ગામનો મુખ્ય ગેટ, ગામનો ઘુંમ્મટ, ગામની પંચાયત, ગામની બજારો, ગામના મકાનો ત્યાં સુધી કે ગામની દિવાલો પણ અહીં બઘુ જ ગોલ્ડન છે. દુનિયાભરમાં ક્યાંય નહીં હોય આવું . ગામમાં શું શું સુવિધાઓ છે તે જાણીને તમે પણ ચોંકી જશો. અહીં વાત થઈ રહી છે ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલાં બગસરાથી માત્ર 12 કિલોમીટરના દૂર આવેલાં Golden Village તરીકે ઓળખાતા રફાળા ગામની.

 

Golden Villageની સુવિધાઓ

માત્ર એકાદ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં અંદાજે 200 જેટલાં જ ઘરો છે. તેમ છતાં આ ગામની દરેક ગલીઓમાં પાકા રસ્તા બનાવવામાં આવેલાં છે. આખા ગામને આધુનિક Trainage system થી સજ્જ કરવામાં આવી છે. ગામમાં સુંદર બગીચો છે. સુંદર તળાવ છે. સુંદર શાળા છે. ગામમાં મંદિરો પણ આવેલાં છે. સુરક્ષાની દ્રષ્ટીએ પણ આ ગામ ખાસ છે. આખા ગામને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. દરેક બહારથી આવતી જતી વ્યક્તિઓ પર અને ગામમાં થતી નાનામાં નાની હિલચાલ ઉપર CCTVકેમેરાની બાજ નજર રહે છે. એક પ્રકારે કહીએ કે જાણે આ ગામમાં ઈઝરાયલ દેશ જેવી સુરક્ષાની વ્યવસ્થા છે.

જાપાન જેવી ટેકનોલોજી

આ ગામમાં જાપાન જેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ તમને જોવા મળશે. ગામની અંદર કોઈપણ કાર્યક્રમ હોય તથા કોઈપણ જાહેરાત કરવાની હોય તે માટે Announcement System પણ ગોઠવવામાં આવી છે. આ ગામનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત પૂજ્ય મોરારિબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે આખા ગામની તમામ બજારો, ગલીઓમાં તમામ ઘરની દીવાલોને ગોલ્ડન કલરથી રંગી દેવામાં આવી છે. પહેલી વખત તો જોનારને એવું જ લાગે કે આ ગામમાં બધી દિવાલો સોનાની હશે. જોકે, એ સત્ય નથી. હાલ આ ગામને નિહાળવા અને અહીંની સુવિધાઓની જાણકારી મેળવવા બહારથી ઘણા લોકો મુલાકાત લે છે.

પંચાયત

રફાળા ગ્રામ પંચાયત નમુનેદાર પંચાયત છે. આધુનિક સુવિધાથી આ ગ્રામ પંચાયતને સંસદ ભવનનું નામ અપાયુ છે. ગામના તમામ રસ્તાઓ હંમેશા ચોખ્ખા રહે છે. સરપંચ અને તેની ટીમ સ્વચ્છતા માટે ખૂબ તકેદારી રાખે છે. રફાળા ગામનો મુખ્ય પ્રવેશદ્વાર સરદાર ગેટ છે. ગામના રોડ રસ્તા પેવર બ્લોકથી તૈયાર કરવામાં આવ્યા છે તો સાથે જ ગામની તમામ દિવાલો ગોલ્ડન કલરની છે પીવાના પાણીની પાઇપલાઇન અને અંડર ગ્રાઉન્ડ ગટરનો પણ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે જેથી ગામની અંદર એક પણ જગ્યા પર પાણીનો વેડફાટ કે વ્યાપ જોવા નથી મળતો.

 

લાડલી ભવન

રફાળા ગામમાંથી છેલ્લા 50 વર્ષો દરમિયાન પરણીને સાસરે મોકલાયેલી દીકરીઓની યાદમા શાનદાર લાડલી ભવન બનાવાયું છે. થોડા સમય પહેલા આ તમામ દીકરીઓને ગામમા બોલાવી તેમના હાથના થાપા અને તસ્વીરો લઇ અહી સ્મૃતિમાં રખાયા છે. આ દીકરીઓ પૈકી કેટલીક તો હાલ વૃદ્ધાવસ્થા ભોગવી રહી છે.

સવજીભાઇ ધોળકિયાનું ગામ

ઉલ્લેખનીય છેકે, ગામમાં આ સુવિધાઓ અને આ પ્રકારની ઓળખ આજે ઉભી થઈ છે. પણ આજથી પાંચ-સાત વર્ષ પહેલાં કોઈ ગામનું નામ પણ જાણતું નહોતું. પણ ગુજરાતના જાણીતા ઉદ્યોગ સાહસિક અને સુરતથી પોતાના ધંધાની ચમક દેશ અને દુનિયામાં પ્રસરાવનાર સવજીભાઈ ધોળકિયાની. જી હાં આ સવજીભાઈનું ગામ છે. સવજીભાઈ ધોળકિયા અને ગામ લોકોના સંયુક્ત પ્રયાસોથી આ નમુનેદાર ગામને Golden Village તરીકે ઓળખ મળી છે.

કઈ રીતે આવ્યો ગોલ્ડન ગામ બનાવવાનો વિચાર?

સવજીભાઇ ધોળકિયા એક વખત ગાંધીનગરમાં પરિવારના કોઇ બાળકના એડમિશન માટે સ્કૂલમાં ગયા હતા. તે સમયે શાળા સંચાલકે તેમના ગામનું નામ સાંભળી પૂછ્યું, આ રફાળા ગામ ક્યાં આવ્યું છે? ત્યારથી તેમણે સંકલ્પ કર્યો હતો કે મારું ગામ કયાં આવ્યું છે તે કોઈને પૂછવું ન પડે તેવી તેની છાપ ઊભી કરવી. અહીંથી Golden Villageના બીજ રોપાયા. અને ત્યાર બાદ તૈયાર થયું ગુજરાતનું ગોલ્ડન ગામ.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો

 
 

ગુજરાતનું આ ગોલ્ડન વિલેજ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

અમરેલી જીલ્લામાં

આ ગોલ્ડન વિલેજ ક્યાં જાણીતા ઉદ્યોગપતિનું ગામ છે ?

સવજીભાઇ ધોળકિયાનું

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment