Pages

Search This Website

Showing posts with label politics. Show all posts
Showing posts with label politics. Show all posts

Thursday, September 16, 2021

ભાજપની ‘અંદર કી બાત’:

 

ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જાઓ, મોડી રાતે નારાજ મંત્રીઓને ભાજપ હાઇકમાન્ડનો ધમકીની ભાષામાં આદેશ

અમદાવાદ2 કલાક પહેલા
  • નારાજ મંત્રીઓને મનાવવા દિવસભરની કવાયત નિષ્ફળ જતાં મધરાતે મામલો દિલ્હી સુધી પહોંચ્યો



ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની ઘર વાપસી બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ચર્ચાઓ વચ્ચે 24 કલાકથી ચાલતા સિનિયર મંત્રીઓમાં નારાજગી અને અસંતોષના સૂર આજે સવારથી જ બદલાઈ ગયા હતા અને ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઠરે એવો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે દિવસ દરમિયાનની અટકળો વિરોધ અને અફવાઓ બાદ મધરાતે ભાજપ હાઇકમાન્ડ અને ગુજરાત આવેલા હાઇકમાન્ડના દૂત સાથે સતત ચર્ચાઓ બાદ નારાજ મંત્રીઓને કડક શબ્દોમાં કહી દેવાયું કે ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જાઓ. આ આદેશને પગલે ગુજરાત ભાજપનો ઊકળતો ચરુ સવારથી શાંત થઈ ગયો હતો.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ.

પહેલા જ્ઞાતિના જોરે ધમકી, પછી શિરોમાન્ય હોવાનું રટણ
ગુજરાતમાં વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળનું રાજીનામું શનિવારે લઈ લેવામાં આવ્યા બાદ રવિવારે નવા મુખ્યમંત્રી તરીકે નવા નિશાળિયા એવા ભૂપેન્દ્ર પટેલને મૂકવામાં આવતાં સિનિયર મંત્રીઓમાં નારાજગી શરૂ થઈ હતી. ત્યાર બાદ ગઈકાલે આખો દિવસ જૂના મંત્રીઓમાંથી એકપણને રિપીટ નહીં કરાય એવી વાતો વહેતી થતાં સિનિયર મંત્રીઓએ મંત્રીપદ મેળવવા માટે ધમપછાડા શરૂ કર્યા હતા. આ મામલે ગુજરાત આવેલા ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરી હતી. ત્યાર બાદ મોડી સાંજે ભાજપે નારાજ પૂર્વ મંત્રીઓને સમજાવવા માટે વિજય રૂપાણીને જવાબદારી સોંપી હતી. તેમ છતાં કેટલાક મંત્રીઓએ પોતાના સમાજ અને જ્ઞાતિના જોરે મંત્રીપદ મેળવવા માટે વડાપ્રધાન સુધી રજૂઆતો અને પત્રો લખ્યા હતા. એટલું જ નહીં, ભાજપના સિનિયર આગેવાનો સમક્ષ ધમકીની ભાષામાં પણ રજૂઆતો કરાઈ હતી.

અંતિમ સમયમાં શપથવિધિ અટકાવી પોસ્ટરો હટાવી દેવાયાં.
અંતિમ સમયમાં શપથવિધિ અટકાવી પોસ્ટરો હટાવી દેવાયાં.

નારાજ નેતાઓને પગલે શપથવિધિ મોકૂફ રખાઈ હતી?
નવા મંત્રીમંડળની શપથવિધિ જે ગઈકાલે થવાની હતી એને મોકૂફ રાખીને આજે રાખવામાં આવી હતી. પરિણામે, ગઈકાલે મોડી રાત સુધી ભાજપના હાઈકમાન્ડ અને પ્રદેશના સિનિયર નેતાઓ વચ્ચે થયેલી વાતચીત બાદ નારાજ મંત્રીઓને શાનમાં સમજાવી દેવાયા કે ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જવું. હાઈકમાન્ડનો આદેશ નારાજ મંત્રીઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યા બાદ તમામ રિસાયેલા મંત્રીઓ શાંત થઈ ગયા હતા અને આજે સવારથી પક્ષનો આદેશ શિરોમાન્ય હોવાનું રટણ શરૂ કરી દીધું હતું.

Read More »

Wednesday, September 15, 2021

Gujarat New Mantrimandal 2021

 

Gujarat New Mantrimandal 2021 PDF DOWNLOAD | Gujarat nu Mantri Mandal | ગુજરાત મંત્રી મંડળ 2021

 Here I give the Most imp Gujarat new Mantri Mandal PDF download. Also, read Gujarat Nu mantri Mandal 2021  I request you all to read this post. For better understanding, I give both PDF files and video lectures of Gujarat's new Mantri Mandal 2021 and 2022 or Gujarat Nu Mantri Mandal 2021.👇👇👇👇

દિવ્ય ભાસ્કર ન્યુઝ રિપોર્ટ અહિથી વાંચો

 ABP ASMITA ર ન્યુઝ રિપોર્ટ અહિથી વાંચો

ZEE  ન્યુઝ રિપોર્ટ અહિથી વાંચો



After the 2017 Gujarat Vidhan sabha election Government of Vijay Rupani declares his ministers' list. After the declaration of the minister list, some changes also done in ministers.

Gujarat Mantri Mandal list in Gujarati 2021 :

Finally Below are the list of the Newest declared Gujarat Ministers. Following is the list of Gujarat’s Mantrimandal 2021 pdf download.

Gujarat Cabinet Ministers :

Following is the List of Gujarat’s cabinet Minister.

Gujarat Nu Mantrimandal Pdf list :

Also, read the following list of State minister of Gujarat.
Above all Politicians are declared as ministers of Gujarat. Because of a long list of Ministers, it is difficult to remember. So Here I provide the best Gujarat Mantrimandal Pdf Download link. Most importantly watch video lectures for better understanding. Latest Gujarat Mantrimandal Pdf Download Link.
Read More »

Tuesday, September 14, 2021

હવે હિમાચલના CMનો વારો?:

 

બીજેપી હાઈકમાને બોલાવતા દિલ્હી પહોંચ્યા CM જયરામ ઠાકુર, કોંગ્રેસે મજાક કરતાં કહ્યું- ખુરશી બચાવજો


  • જયરામ ઠાકુરે અફવાઓ પર બ્રેક લગાવતા કહ્યું- તેઓ મીટિંગ માટે દિલ્હી આવ્યા છે.  
  • હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને બીજેપી હાઈકમાને મંગળવારે દિલ્હી બોલાવ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા પછી સીએમ જયરામને દિલ્હી બોલાવતા હિમાચલના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ જ વાતે કોંગ્રેસે પણ બીજેપી પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે અને એટલે સુધી કહી દીધું છે કે, હવે સીએમ જયરામ ઠાકુરને પણ હટાવવામાં આવશે.


આ પણ વાંચો



મુખ્યમંત્રીની સાથે તેમના અંગત સચિવ ડૉ. આર.એન બત્તા પણ દિલ્હી આવ્યા છે. સીએમ જયરામ ઠાકુર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરવાના છે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણકે હમણાં રાજ્યમાં પેટાચૂંટણીઓ આવી રહી છે અને આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ સંજોગોમાં બીજેપી રાજ્યોમાં તેમના નેતૃત્વને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરિણામે એટલે જ હિમાચલમાં પણ મુખ્યમંત્રી બદલાવવાની ચર્ચા વધી ગઈ છે.

જયરામ ઠાકુર પાંચ દિવસ પહેલાં પણ દિલ્હી આવ્યા હતા
નોંધનીય છે કે, મુખ્યમંત્રી જયરામ ઠાકુરને 5 દિવસમાં ફરી દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રકરણના તુરંત પછી જ સીએમને સીમલાથી દિલ્હી બોલાવવાના ઘટનાક્રમના કારણે દરેક લોકો તરફથી વિવિધ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. ગયા બુધવારે જ જયરામ ઠાકુરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.

જયરામ ઠાકુરે ગયા સપ્તાહે જ દિલ્હીની મુલાકાત લીધી હતી
જયરામ ઠાકુરે ગયા સપ્તાહે જ દિલ્હીની મુલાકાત લીધી હતી

સીએમ જયરામ ઠાકુરે ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હિમાચલ આવવાનું આમંત્રણ આપ્યું છે અને કેન્દ્રીય મંત્રીઓને મળ્યા પછી ઉજ્જૈન જતા રહ્યા હતા. સીએમ રવિવારે જ નવી દિલ્હીથી શિમલા પહોંચ્યા હતા અને ફરી હાઈકમાને તેમને દિલ્હી બોલાવ્યા છે. પાર્ટી હાઈકમાનની નજર ઘણાં વખતથી રાજ્યના મંત્રીઓના પર્ફોમન્સ પર છે અને ચૂંટણી પહેલાં તેઓ મંત્રિમંડળમાં ફેરબદલ કરવા માગે છે.

કોંગ્રેસે કહ્યું- મુખ્યમંત્રી ખુરશી બચાવે
કોંગ્રેસના નેતા મુકેશ અગ્નિહોત્રિએ જણાવ્યું કે, પાંચ નહીં- છ મુખ્યમંત્રી બદલવાના છે. તેથી જયરામ ઠાકુર તેમની ખુરશી બચાવીને રાખે. તેમણે કહ્યું કે, બીજેપી વિશે લોકોમાં ખૂબ ગુસ્સો છે. કૃષિ કાયદા વિશે હરિયાણામાં જે રીતે બીજેપી રેલી નથી કરી શકતી તેવી જ રીતે બાગવાનો વિરુદ્ધ મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદન પછી બીજેપી હવે શિમલામાં પણ રેલી કરી શકે તેમ નથી.

આ પણ વાંચો

પાટીલના ઘરે મંત્રીમંડળની  ગોઠવણ


મુકેશ અગ્નિહોત્રીએ આ વિશે વધુમાં કહ્યું છે કે, આ થપ્પડવાળી સરકાર છે, ખબર નહીં ક્યારે કોને થપ્પડ પડી જાય. મુકેશે કહ્યું છે કે, મુખ્યમંત્રી ખાસ લોકોને બેક ડોર નોકરી આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી ડૉ. વાયએસ પરમારે હિમાચલ પ્રદેશ બનાવ્યું છે અને વિરભદ્રએ તેને સજાવ્યું છે. બીજેપીનું તેમાં કોઈ યોગદાન નથી. કોરોનામાં સરકારની પૂરતી વ્યવસ્થા ના હોવાના કારણે 3500 લોકોના મોત થયા છે. હવે બીજેપી ડરના કારણે પેટાચૂંટણીથી ભાગી રહી છે.

બીજેપી પાંચ સીએમ બદલી ચૂકી છે
નોંધનીય છે કે, વિજય રૂપાણી છેલ્લાં છ મહિનામાં બદલવામાં આવેલા 5માં મુખ્યમંત્રી બન્યા છે. પહેલાં આસામમાં ચૂંટણી પરિણામોની સાથે જ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. આસામમાં સર્બાનંદ સોનોવાલની જગ્યાએ હેમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારપછી ઉત્તરાખંડમાં બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા. પહેલાં ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવીને તીરથ સિંહ રાવતને સત્તાની કમાન સોંપવામાં આવી અને તેના ત્રણ મહિના પછી તેમની જગ્યાએ પુષ્કર ધામીને સીએમ બનાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો

નવી સરકાર,  નવા ચહેરા:


કર્ણાટકના બીએસ યેદિયુરપ્પાની વિદાય થઈ અને તેમની જગ્યાએ બીએસ બોમ્મઈને મુખ્યમંત્રીની કમાન સોંપવામાં આવી છે. હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલાં જ બીજેપીએ મુખ્યમંત્રી બદલી દીધા છે. વિજય રૂપાણીની જગ્યાએ ભુપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, બીજેપી આ રીતે જ અન્ય રાજ્યોના મુખ્યમંત્રી બદલવાની સ્ટ્રેટજી અપનાવી શકે છે.

શું બીજેપી વધુ સીએમ બદલશે?
હકીકતમાં 2014ની લોકસભા ચૂંટણી પછી બીજેપીના મુખ્ય નેતૃત્વના વિવિધ રાજ્યોમાં નવી લીડરશીપને તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું છે. હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર , ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં બીજેપીના નવા ચહેરા પર દાવ રમવામાં આવ્યો છે. આ સંજોગોમાં જ્યાં જ્યાં આ દાવ અસરકારક નથી ત્યાં પાર્ટી પરિવર્તન કરવામાં સહેજ પણ ખચકાતી નથી. પાંચ મહિનામાં ચાર રાજ્યોમાં જે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને બાકી રાજ્યોમાં બીજેપી સરકાર વિશે સવાલ ઉભા થઈ રહ્યા છે કે, શું ગોવા, હિમાચલ, હરિયાણા, ત્રિપુરા, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ આ ફોર્મ્યૂલા લાગુ થઈ શકે છે?

બીજેપી જે રીતે એક પછી એક રાજ્યમાં મુખ્યમંત્રી બદલી રહી છે, તેનાથી સ્પસ્ટ સંકેત મળે છે કે, પાર્ટીમાં મુખ્યમંત્રી માટે માત્ર સ્પષ્ટ છબિ અને વિકાસ કાર્ય પૂરતા નથી. સીએમનો ચહેરો રાજ્યમાં પ્રભાવી હોવો જોઈએ અને જનતામાં પણ થવું જોઈએ કે વિકાસ થઈ રહ્યો છે. આ દરમિયાન આવતા વર્ષે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી થવાની છે અને અહીં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થાય છે. આ જ કારણ છે કે, બીજેપી સચેત થઈ ગઈ છે અને રાજકિય સમીકરણો સુધારવાનો પ્રયત્ન કરી રહી છે.

Read More »

નવી સરકાર, નવા ચહેરા:


 

નવી સરકાર, નવા ચહેરા:16મીએ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ, 16 મંત્રી સમાવાય તેવી શક્યતા, રૂપાણી સરકારના સિનિયર મંત્રીઓ કપાશે, યુવાનોને સ્થાન અપાશે




  • આનંદીબેન પટેલ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવશે
  • ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાશે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 16 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે અને ગુરુવારના રોજ નવા મંત્રીઓની શપથવિધિ યોજાય એવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.

    નવું મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે
    સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

    નવા સીએમના શપથગ્રહણમાં મોટી સંખ્યામાં હાજરી રહી હતી
    ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠાં હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

    ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં વિવિધ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહ્યા
    ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં વિવિધ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહ્યા

    આ રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા
    આજે ગુજરાતના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. હરિયાણાના સીએમ મોહનલાલ ખટ્ટર, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા હાજર રહ્યા હતા.

    સોમવારે બપોરે 2.20એ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદ અને ગોપનીયતાના શપથ લીધા
    સોમવારે બપોરે 2.20એ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદ અને ગોપનીયતાના શપથ લીધા

    શપથવિધિ પતાવી CMની પહેલી જ મીટિંગ પૂર ઈમર્જન્સીની
    નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલી મીટિંગ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઉદભવેલી ઈમર્જન્સીની સ્થિતિની કરવી પડી હતી. તાકીદે બોલાવેલી આ બેઠકમાં જ તેમણે જામનગરમાં જરૂરી પગલાં અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી.


Read More »